વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. એક જ રખડતાં શ્વાને આખું ગામ માથે લીધું છે.હાલ માં એ શ્વાન એ ૧૦ લોકો ને કરડી લેતા તમામને સારવાર લેવી પડી છે જેમાંથી ૩ લોકો ઝોયા ખાન (ઉં. ૧૩), નૂર મહંમદ કાસમ (ઉં. ૪૦) અને ગણપત પરમાર (ઉં. ૫૨) ને વધુ અસર થવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ માં ગ્રામજનો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છી રહ્યા છે માટે શ્વાનને સત્વરે રેસ્ક્યૂ કરીને ગ્રામજનોને ભયમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગત સપ્તાહ માં અન્ય વિસ્તાર માં આવી જ ઘટના બની હતી જેમાં શ્વાન કરડવા થી એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા તંત્ર હવે ક્યા પગલાં લે છે તે જાણવા નું રહ્યું.
એક જ શ્વાને ૧૦ થી વધુ લોકોને કરડી ખાતા ગ્રામજનો માં ભય નો માહોલ

Recent Comments