સ્વ મોહનભાઈ વાલાભાઈ પાલડીયા ની સ્મૃતિ માં. ચેત્ર માસ ની ગ્રીષ્મ માં કરોડો સૂક્ષ્મ જીવાત્મા આહાર અર્પણ નું અનોખું પરમાર્થ

પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ ના હાલ સુરત સ્થિત પાલડીયા પરિવારે સ્વર્ગીય પિતા ની સ્મૃતિ માં અનોખું પરમાર કાર્ય કર્યું ખાખરીયા ગામ ના ડાયમંડ ઉદ્યોગ રત્ન જીવરાજભાઈ મોહનભાઈ પાલડીયા પરિવાર સ્વર્ગીય પિતા મોહનભાઈ વાલાભાઈ પાલડિયા સ્મૃતિ માં અનોખું પરમાર્થ સદગત દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સદગત ના સતકર્મો વિચારો રૂપે જન માનસ ના સદાકાળ જીવંત રહે યુગોયુગાંતર મુક પશુ પક્ષી ઓનું કલ્યાણ થતું રહે તેવા સદગત ના ઉત્તમ જીવન ને અને તેમને ગમતી પ્રવૃત્તિ ઓ થતી રહે તેવા શુભ હેતુ તે પિતા શ્રી ના મોક્ષર્થે રૂપિયા ૫૦ હજાર નું દ્રવ્ય દાન અર્પિ માદરે વતન ની સામાજિક સંસ્થા ની મારુતિ મિત્ર મંડળ ની યુવા સેવા ટીમ દ્વારા કરોડો સૂક્ષ્મ જીવો માટે આહાર ની ઉત્તમ સેવા આપી ઉનાળા ની ગ્રીષ્મ માં ચેત્રમાસ માં શાસ્ત્ર પુરાણો માં અનુભવ સિદ્ધ મહાપુરુષો ના કથન મુજબ કડીયારું પૂર્વા નું ખૂબ મહાતમ રહ્યું છે પાલીતાણા તાલુકા ના નાના એવા આદર્શ ગામ ખાખરીયા એટલે અનેક રીતે ઉન્નત અને આદર્શ ગામ ની પ્રવૃત્તિ સુવિખ્યાત છે સ્વ મોહનભાઈ વાલાભાઈ પાલડીયા સદેહ દૈહક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સજ્જનતા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાતી રહે છે સજ્જન વ્યક્તિ ગામ ના પાદર વચ્ચે ઉભેલા ધટા ટોપ વૃક્ષ સમાંતર હોય છે ફળ અને છાયો આપતા રહે છે સારા કુટુંબ જીવન માંથી ગયેલ વ્યક્તિ ઓની સ્મૃતિ ઓ જાળવતા સંતાનો વડીલો પાસે મેળવેલ સંસ્કારો ને જીવંત રાખે એજ ખરી માનવતા છે
Recent Comments