ભાવનગર

મહુવા તાલુકાની ૬૩ સગર્ભા બહેનોને પોષણ કિટ વિતરણ કરાયું


તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરવાં ભાવનગરના મહુવા તાલુકા ખાતે ભાવનગર
જિલ્લાના દાતાના સહયોગથી પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાં ૬૩ જેટલી સગર્ભા બહેનોને પોષણ કિટ
વિતરણ કરવામાં આવી હતી.


૪૦ કિલોથી ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષણ કિટમાં એક લીટર તેલ, એક કિલો ગોળ, પાંચસો
ગ્રામ ઘી, દોઢ કિલો ચણા, સરગવો અને સુખડી આપવામાં આવ્યાં હતાં.


આ વેળાએ ગાયનેક ડૉ.નીલે સગર્ભા બહેનોની સોનોગ્રાફીની તપાસ કરી બાળકના જન્મ બાદ તેના આરોગ્ય
માટે માતા દ્વારા સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી હતી.


આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંદ્રમણી કુમાર,એપીડેમીક મેડીકલ ઓફીસર
ડૉ.સી.ટી.કણઝરીયા,સબ‌ ડિસ્ડીક્ટ હોસ્પિટલના RMOશ્રી ડૉ.કિશોર સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઠાકુર,
દાતાશ્રી સહિત‌ મહુવાની સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts