સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૧૧ થી વધુ ચેકડેમો તથા ૪૫૦+ થી વધુ બોર દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ. આ ખાતમુહુર્ત ના પ્રસંગમાં ઉપસ્થિત નીલેશભાઈ વિરાણી, દિલસુખભાઈ વિરાણી, કેશુભાઈ વિરાણી, હિતેશભાઈ વિરાણી, મનસુખભાઈ હીરપરા, મોહિતભાઈ અજુડિયા, દિનેશભાઈ વિરાણી, ભાવેશભાઈ વિરાણી, મુકેશભાઈ હીરપરા, ગીરધરભાઈ વિરાણી, ગૌતમભાઈ અકબરી, અરવિંદભાઈ તાળા, જમનભાઈ વિરાણી, પ્રફુલભાઈ ડોંગા, કૃણાલભાઈ તાળા, જેન્તીભાઈ તાળા, સુમીતભાઈ વિરાણી, તથા BJS (જૈન સંગઠન ફાઉન્ડેશન)ના સભ્યશ્રી જીજ્ઞેશભાઈ શાહ, શરદભાઈ શેઠ, નવીનભાઈ કોઠારી, રક્ષિતભાઈ શેઠ તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે લોકો હાજર રહ્યા હતા.
ધુનધોરાજી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તથા બાલાજી વેફર્સ પરિવારના સહયોગથી ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

Recent Comments