કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ ૪૦ બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ બંધકોને મુક્ત કરાવવા માટે કોંગો આર્મીએ સંઘર્ષગ્રસ્ત પૂર્વી ક્ષેત્રમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. આ પછી, કોંગોની સેનાએ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા બળવાખોરોના ચુંગાલમાંથી ૪૧ બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી. સેનાના પ્રવક્તાએ આ માહિતી આપી.
શુક્રવારે, પડોશી યુગાન્ડાના સૈનિકો સાથે સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં લુબેરો અને બેની પ્રદેશોમાં બળવાખોર જૂથ એલાયડ ડેમોક્રેટિક ફોર્સિસના હાથમાંથી ૧૩ મહિલાઓ અને અનેક વિદેશી નાગરિકો સહિત ૪૧ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, એમ ઉત્તર કિવુ પ્રાંતના લશ્કરી પ્રવક્તા માક હઝુકેએ જણાવ્યું હતું. શુક્રવારે ઉત્તર કિવુ પ્રાંતના બેનીમાંથી મુક્ત કરાયેલા બંધકો અત્યંત થાકેલા અને નબળા દેખાતા હતા. તેમને કેટલા સમયથી રાખવામાં આવ્યા હતા તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું, પરંતુ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં બંધકોને ઘણીવાર મહિનાઓ સુધી રાખવામાં આવે છે.
તેમજ બેનીમાં એક નાગરિક સમાજ સંગઠનના નેતા પેપિન કાવોટાએ પરિવારોને બંધકોનું સ્વાગત કરવા અને તેમને સામાન્ય જીવન જીવવામાં મદદ કરવા વિનંતી કરી. સ્થાનિક મીડિયા અનુસાર, કાવોટાએ સંયુક્ત લશ્કરી કાર્યવાહીની પ્રશંસા કરી કારણ કે વર્ષોથી આવા ઓપરેશનમાં સેંકડો બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. છડ્ઢહ્લ ઉગ્રવાદી જૂથ એ ૧૦૦ થી વધુ સશસ્ત્ર જૂથોમાંનું એક છે જે દાયકાઓથી કોંગોના ખનિજ સંપન્ન પરંતુ ગરીબ પૂર્વીય ક્ષેત્રમાં હિંસામાં સામેલ છે. આ કારણે, આ દેશ વિશ્વના સૌથી ખરાબ માનવતાવાદી સંકટનો સામનો કરી રહેલા દેશોમાંનો એક બની ગયો છે.
કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ ૪૦ બંધકોને મુક્ત કરવામાં સફળતા મળી

Recent Comments