ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય સરકારે પ્રજા અને પર્યાવરણ હિતલક્ષી ર્નિણય કર્યો છે.
આ સુધારા સાથે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી ૮ ટકા તથા ૧૨ ટકાના દરને બદલે હવેથી એક જ દર એટલે કે, ૬ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે એમ, જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ વેગ મળશે.
ઇલેક્ટ્રિક વાહનોમાં વેરાનો દર ઘટાડવાથી રાજ્યના દરેક વર્ગના પરિવારોને તેનો સીધો લાભ થશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ ર્નિણય ખૂબ જ મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને ગુજરાતને શાશ્વત વિકાસ તરફ આગળ વધવામાં તેમજ સર્ક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન મળશે.
Recent Comments