ગુજરાત

કપાસના વાવેતર પહેલા ઉનાળા દરમિયાન જમીનમાં ઊંડી ખેડ કરવી; જૂના પાકના અવશેષોનો નાશ કરવો

ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.

ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ,
• ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જાેઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઇયળના કોશેટા સૂર્ય પ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.
• કપાસ પાકની વાવણી કરતાં પહેલાં જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જાેઈએ.
• કપાસના ખેતરની ફરતે આજુ-બાજુના વિસ્તારમાં પાકનો કચરો કરસાંઠી અથવા અવશેષોના ઢગલાં કરવાનું ટાળવું જાેઈએ.

Related Posts