ગુજરાત

અમદાવાદના ઇસનપુરમાં કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા નિ: શુલ્ક છાશ વિતરણમાં કેમ્પમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ અને મણિનગર ના ધારાસભ્ય હાજર રહ્યા

શહેરના ઘોડાસર-આવકાર હૉલ પાસે સુર્ય નમસ્કાર સર્કલ અમૂલ ખાતે કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, મણિનગર વિધાસભ્યના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ગુજરાત ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, ઇસનપુર વોર્ડના કાઉન્સિલર અને ભાજપ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
નિ: શુલ્ક છાશ વિતરણમાં કેમ્પ અંગે જણાવતા કેસરિયા યૂથ ફેડરેશનના પ્રમુખ શાર્દૂલભાઈ દેસાઈ એ કહ્યું હતું કે છેલ્લા ૯ વર્ષથી ઉનાળાની ઋતુમાં દર રવિવારે રાહદારીઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે, જેથી આવતા જતાં લોકોને ભયંકર ગરમીમાં કોઈપણ પ્રકારની આડ અસર ના થાય, તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની સહાય લેવામાં આવતી નથી માત્ર કેસરિયા યોથ ફેડરેશન દ્વારા જ સમગ્ર પ્રકારની વ્યવસ્થાઓ જોવામાં આવે છે.
કેસરિયા યૂથ ફેડરેશનના આ નિ: શુલ્ક છાશ વિતરણમાં કેમ્પમાં પ્રમુખ શાર્દૂલભાઈ દેસાઇ સાથે શરદ પટેલ, રાકેશ મહેતા, નિશ્ચલ પટેલ, ધ્રુમિત ઠક્કર, જય દેસાઇ, દિનેશ પંડિત, દિપેશ સથવારા, રવીશ દવે, જિતેન્દ્ર પટેલ, તિલક શાહ, અંકિત સુરતી, નરેન્દ્ર શર્મા, વિજય ઠાકોર હાજર રહ્યા હતા.

Related Posts