જામનગરમાં એરફોર્સના એક હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા ચંગા ગામ પાસે રંગમતિ ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જાેકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટરને એરફોર્સ સ્ટેશને પરત લઈ જવાયું હતું. આ સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા ચંગા ગામ પાસે રંગમતિ ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ

Recent Comments