ગુજરાત

ચલાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ/ઉપયોગ કરતાબે ઇસમોને બાયો ડીઝલ, વાહન સહિત કુલ કિં.રૂ.૩૦,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથેપકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય
ગાંધીનગર નાઓએ રાજયમાં અનઅધિકૃત રીતે કાર્યરત Bio-Diesel Retail Outlet
વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સબંધીત જિલ્‍લા/તાલુકાઓમાં બનાવવામાં આવેલ
Enforcement Team સાથે પોલીસ ટીમો બનાવી, સાથે રાખી કાર્યવાહી કરવા સુચના અને
માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અન્‍વયે ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ
પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્‍લાઓમાં બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને
હેર-ફેર કરતાં ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય, અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામાં બાયોડીઝલની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી, બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ
કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્‍લા પોલીસને સુચના અને
માર્ગદર્શન આપેલ હતું.

જે અન્‍વયે ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી
સાહેબ નાઓની રાહબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા એલ.સી.બી. ટીમે ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી
હકિકત આધારે મીઠાપુર (ડુંગરી) ગામે રેઇડ દરમિયાન બાયો ડીઝલનું પોતાના આર્થિક
લાભ માટે અનઅધિકૃત વેચાણ કરતા/ઉપયોગ કરતા બે ઇસમોને પકડી પાડી,
પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ કાર્યવાહી કરી, આરોપીઓ
વિરૂધ્ધ બી.એન.એસ. તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાઓની કલમો હેઠળ ચલાલા
પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની
કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) જયરાજભાઇ અમકુભાઇ માંજરીયા, ઉ.વ.૪૦, રહે.ચલાલા, દાનેવ સોસાયટી,
તા.ધારી, જિ.અમરેલી.
(૨) રસુલભાઇ જમાલભાઇ પઠાણ, ઉ.વ.૫૩, રહે.સાવરકુંડલા, દેવળા ગેઇટ,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
બાયો ડીઝલ ૧૪,૦૦૦ લીટર કિં.રૂ.૧૦,૫૦,૦૦૦/- તથા એક ડીસ્પેન્સરી પંપ
કિં.રૂ.૫,૦૦૦/- તથા ઇલેકટ્રીક મોટર કિં.રૂ.૪,૦૦૦/- તથા ટ્રક રજી. નં.જી.જે.૦૩.વી.
૯૬૩૨ કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ટ્રક રજી. નં.જી.જે.૧૦.એકસ. ૭૫૪૧
કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એક ટ્રકની ટાંકીમાં ભરેલ ડીઝલ ૨૦૦ લીટર
કિં.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ
કિં.રૂ.૩૦,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જયવીર
ગઢવી સાહેબ તથા એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. કનુભાઇ સાંખટ તથા હેડ કોન્‍સ. કુલદીપભાઇ
દેવભડીંગજી, જાહીદભાઇ મકરાણાી તથા પો.કોન્‍સ. ભાવિનગીરી ગૌસ્વાામી,
શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts