અમરેલી

અમરેલીના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ

પખવાડિયાની ઉજવણી : બાળકોમાં કુપોષણ દર ઘટે,  તંદુરસ્ત

સમાજનું નિર્માણ થાય તે માટે માર્ગદર્શન

વાનગી સ્પર્ધાપોષણ થીમ પર રંગોળી સ્પર્ધાનું આયોજન

અમરેલી તા.૨૨ એપ્રિલ૨૦૨૫ (મંગળવાર) રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ અભિયાન પખાવાડિયા’ની ઉજવણી શરુ છે, આ ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

અમરેલી સ્થિત રામવાડી અને કેરીયા રોડ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં કુપોષણનો દર ઘટે,  તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે અર્થે વિગત અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિભાગીય નાયબ નિયામક શ્રી પૂર્વીબેન પંચાલ, પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ, સીડીપીઓ શ્રી મીનાક્ષીબેન રાઠોડ, જિલ્લાના કર્મચારી શ્રી ફાલ્ગુનીબેન યાદવ તથા જયનેશભાઈ શુક્લા દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરવામાં આવી હતી.

જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓ દ્વારા ધાન્ય કઠોળ, શાકભાજી સહિતના પૌષ્ટિક આહારની રંગોળી બનાવીને પોષણ માટેની જરુરી સમજ અને સંદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પોષણ માસ અને પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.

Related Posts