ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચવા જગ્યા ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની છે. હાલ, વધતી જતી બીમારીઓ વચ્ચે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી એ આપણી જરૂરિયાત બની છે, લોકોનું સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક કૃષિ. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગ્રહથી રાજ્યના તમામ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધ્યું.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની સીએમ ડેસબોર્ડના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
આ તકે જૈવિક ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઘટતો નથી, મહેનત ઓછી થતી નથી તથા ઉત્પાદન પણ વધતું નથી. જ્યારે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મળે છે.
તાજેતરમાં ગુજરાતની ચાર કૃષિ વિશ્વવિદ્યાલય પૈકીની જુનાગઢ, આણંદ અને દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના રિપોર્ટમાં સાબિત થયું છે કે, જાે પ્રાકૃતિક કૃષિ પાંચ આયામો સાથે કરવામાં આવે તો પ્રથમ વર્ષથી જ ઉત્પાદન રાસાયણિક ખેતી જેટલું જ આવે છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહીવત ખર્ચ થવાથી ખેડૂતોને વધુ લાભ થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિનો સમગ્ર દેશમાં વ્યાપ વધારવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે, આપણે આ મિશન થકી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયાસો કરીએ.
જિલ્લા કક્ષાએ તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે તેમના માટે વધુમાં વધુ વેચાણ માર્કેટ ઊભા કરે તેવી અપીલ રાજ્યપાલશ્રીએ કરી હતી.
રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા વીજળી બચાવો અભિયાન અંતર્ગત પણ આપણે સૌ સહિયારો પ્રયાસ કરી વીજળી બચાવવામાં યોગદાન આપીએ. વિજળી બચતની ટેવ થકી પર્યાવરણ પણ બચશે અને જરૂરિયાતમંદને પૂરતી વીજળી પણ મળી શકશે. સૂર્યોદયના થોડા સમય પહેલા સ્ટ્રીટ લાઈટ બંધ કરી દઈએ અને સૂર્યોદયના થોડા સમય બાદ સ્ટ્રેટ લાઈટ શરૂ કરીને, દિવસની એક કલાક પણ વીજળી બચાવીએ તો કરોડો રૂપિયાની બચત કરી શકીએ. આ ઉપરાંત ઓફિસમાં હોઇએ ત્યારે જ ઉપકરણોનો ઉપયોગ કરીએ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડીયો કોન્ફરન્સમાં કહ્યું કે, કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ જિલ્લાના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાતે લઈ જઈને પ્રાકૃતિક ખેતીથી ઓછી આવક થાય છે એવી પ્રવર્તમાન ગેરમાન્યતા દૂર કરવામાં વિશેષ ભૂમિકા ભજવવી પડશે.
કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ ગામોની મુલાકાત, ગ્રામસભા, રાત્રિસભા જેવા તેમના રૂટીન કાર્યક્રમો દરમિયાન પણ પ્રાકૃતિક ખેતીની સમીક્ષા કરે અને વધુ ખેડૂતો-ગ્રામજનોને એ માટે પ્રેરિત કરે તેવી તેમની અપેક્ષા છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
પ્રાકૃતિક ખેતી માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અથાક પ્રયાસોને રાજ્ય સરકાર ગતિ આપી રહી છે. ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાના લક્ષ્ય પર રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને જે નવ સંકલ્પ આપ્યા છે તેમાં પ્રાકૃતિક ખેતી અને ખેત ઉત્પાદનના વ્યાપ વધારવાનો પણ સમાવેશ થયેલો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જિલ્લા કલેકટરો- જિલ્લા વિકાસ અધિકારીઓને આહવાન કર્યું કે, પ્રાકૃતિક ખેતીથી સ્વાસ્થ્ય – તંદુરસ્તી અને રોગમુક્ત જીવનશૈલી વધુને વધુ પ્રચલિત અને છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લાના વડા તરીકે તેમણે લીડ લેવાની છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયાસરત છે. આ ભગીરથ કાર્યમાં રાજ્યનો કૃષિ વિભાગ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ
Recent Comments