અમરેલી

થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે શીતલ આઈસ્ક્રીમ તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલસ્વૈચ્છિક રક્તદાન કેમ્પ

શીતલ આઈસ્ક્રીમ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ડી.જે.બી.એસ. ફાઉન્ડેશન તેમજ અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ
એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તેમજ લાઇફ બ્લડ સેન્ટર-રાજકોટના સહયોગથી થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે શીતલ ફૂલ
પ્રોડક્ટ લિમિટેડ, જી.આઇ.ડી.સી. માં તા. ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારે સફળ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું હતું.
લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ – જે ના રીજીયન ચેરપર્સન લાયન દિનેશભાઈ ભુવા, અમરેલીના પ્રમુખ લાયન
મનોજભાઈ કાનાણી તેમજ સામાજીક આગેવાન શ્રી કનુભાઈ ગોજારીયા વગેરેએ દીપ પ્રાગટ્ય કરી રક્તનું મહત્વ સમજાવેલ.
થેલીસેમિયા, કેન્સર, અકસ્માત તથા સર્જરીમાં રક્તની આવશ્યકતા ખૂબજ રહે છે. રક્તદાન એ સ્વેચ્છાએ કરવામાં આવતું એક
એવું કાર્ય છે કે, જેનાથી કોઈ અજાણી વ્યક્તિને જીવનદાન મળી શકે છે અને આપણને ગુપ્ત દાનનો કરવાનો અવસર પ્રાપ્ત થાય
છે.
ખાસ કરીને સાંપ્રતિક સ્થિતિમાં થેલેસેમિયા જેવા જીવલેણ રોગથી પીડિત દર્દીઓને નિયમિત રક્તની જરૂર હોય છે. જેથી
સમાજની દરેક સજાગ નાગરિકે આ મહત્વ સમજવું જોઈએ અને આરોગ્યવાન વ્યક્તિઓએ રક્તની જરૂરિયાત રક્તથી પૂરી
કરવા નિયમિત અંતરે રક્તદાન કરવા માટે અપીલ કરી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન ભદ્રેશસિંહ પરમાર, પૂર્વ પ્રમુખશ્રી લાયન
ભુપતભાઈ ભુવા, લાયન પ્રા. એમ. એમ. પટેલ, લાયન જયેશભાઈ કે. પંડ્યા , લાયન રમેશભાઈ ગોલ, લાયન ભગવાનભાઈ
કાબરીયા, લાયન રિધેશભાઇ નાકરાણી, લાયન રાજેશભાઈ માંગરોળીયા, લાયન નરોત્તમભાઇ સાકરીયા, શ્રી અશોકભાઈ ઝાલા
GIDC માથી કનુભાઇ ગોજરીયા,ભુપતભાઈ લુહાર, ચંદુભાઈ ચાવ, રાજાભાઈ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

Related Posts