અમરેલી

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું કિસાન કોંગ્રેસ દ્વારા નિંભર તંત્રને જગાડવા આશ્ચર્યજનક કાર્યક્રમ સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ

Iપ્રાંત અધિકારી શ્રી દેવભૂમિ દ્વારકા.ખેડૂતો નું વિવિધ માંગો ને આવેદન પત્ર પાઠવ્યું  ઓખા મંડળ તાલુકામાં કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના ખેતરો, જળ સ્તર અને દરિયાને બંજર થતા અટકાવવા બાબત ઓખા મંડળ તાલુકામાં RSPL ઘડી અને ટાટા કેમિકલ મીઠાપુર એમ બે મોટી કંપનીઓ આવેલી છે આ બન્ને કંપનીઓએ ઓખા મંડળ તાલુકાને અજગર ભરડો લીધો છે આ બન્ને કંપનીઓ સ્થાનિક રોજગારી આપવાના નિયમોનો તો છેદ ઉડાડે છે જ સાથે સાથે પ્રદુષણના તમામ નિયમો નેવે મૂકી ખેડૂતોની ખેતીની જમીન અને દરિયામાં પ્રદુષણ યુક્ત ઝેરી કેમિકલ કચરો છોડી દરિયા ને પણ પ્રદુષિત કરી રહી છે 1) ટાટા કેમિકલ દ્વારા ખથુંબા ગામથી મીઠાપુર અતી ખારા ( 18 થી 19 બોમી ) પાણીની બ્રાયન લાઈનો મૂળવેલ, રાજપરા, પોસીત્રા થઈને મીઠાપુર ટાટા કેમિકલના પ્લાનમાં લઈ જવામાં આવે છે આ લાઇન અંદાજે 20 થી 25 કિલોમીટરનું અંતર પસાર કરે છે આવી કુલ 5  લાઈનો નાખવામાં આવી છે સૌ પહેલા 1 લાઇન હતી ત્યારબાદ 2022 માં બીજી નવી લાઈનો નાખવામાં આવી જેનો લાગુ પડતા તમામ ગામોએ વિરોધ પણ કરેલો હતો આ બ્રાયન લાઈનો નિયમોનુસાર જમીન સપાટીથી 5 ફૂટ નીચે નાખવાની હોય છે પરંતુ તેનો અમલ થયો નથી આ અતી ખારા પાણીની લાઈનો વારંવાર તૂટે છે લીક થાય છે જેના કારણે હજારો હેકટર ખેતીની જમીનમાં ખારાશ ફેલાઈ છે, સરકારી ખરાબા અને ગૌચર બરબાદ થઈ ગયું છે તો ફોરેસ્ટના જંગલ પણ આ ખારાશના કારણે સુકાઈ ગયા છે 2) આ અતી ખારાશ વાળી બ્રાયન લાઈનો તૂટવાના કારણે, લીકેજ થવાના કારણે અતી ખારું પાણી વચ્ચે આવતા ગામના તળાવો, કુદરતી ઝરણાંઓ કે ખાડાઓમાં જવાના કારણે ગામના તળાવોના પાણી ખારા થઈ ગયા છે 

3) આ બ્રાયન લાઈનો નાખવા માટે જે જે નિયમો, શરતો નક્કી થયેલા હતા તે તમામ નિયમો, શરતોનો ભંગ કરી આ લાઈનો નાખવામાં આવી છે જેના કારણે ઓખા મંડળના જળ, જંગલ, જમીન બરબાદ થઈ રહયા છે 4) આ અતિ ખારાશ વાળી બ્રાયન લાઈનો લીકેજ થવાના કારણે, તૂટવાના કારણે જે ખારાશ વાળું પાણી ભૂગર્ભમાં જવાના કારણે આ પાઇપ લાઈનોની સમાંતર તેનાંથી દૂર 5 – 7 કિલોમીટર સુધીના ખેડૂતોના કુવા – બોર પણ ખારાશ વાળા થઈ જવાના કારણે નકામા થઈ ગયા છે 5) આ બ્રાયન લાઈનો સરકાર દ્વારા નિયત કરેલ જગ્યામાં, નિયત કરેલ ઊંડાઈ એ નાખવાની હોય તેની જગ્યાએ છીછરી સપાટી એ અને સરકારે નિયત કરેલ જગ્યા ના બદલે ખેડૂતોના ખેતર કે તેના શેઢા પરથી નાખવામાં આવી છે 6) જ્યારે ખેડૂતોના ખેતરમાંથી બ્રાયન લાઇન નાખવામાં આવી હોય તો જે તે ખેડૂત પાસેથી સરકાર દ્વારા જમીન સંપાદન કરેલ હોય અથવા કંપની દ્વારા જમીન વેચાતી કે વપરાશી હક્ક તરીકે લીધેલ હોય તો જ ખેડૂતોના ખેતરમાં લાઈનો નાખી શકાય અહીં આપને જાણીને આશ્ચર્ય થશે કે નથી સરકાર દ્વારા જમીન સંપાદિત કરાઇ કે નથી કંપનીએ ખેડૂત પાસેથી જમીન વેચાતી કે વપરાશી હક્ક તરીકે લીધી.ખેડૂતોની મરજી વગર માત્ર ખૂલ્લી દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં અતિ ખારાશ વાળી પાઇપ લાઈનો પસાર કરી દેવામાં આવી છે અને દુઃખની વાત એ છે કે આપ પ્રાંત અધિકારીને 2022 થી ખેડૂતો સતત લેખિત ફરિયાદ કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી આપના દ્વારા કોઈ જ ન્યાયિક પગલાં લેવામાં આવ્યા નથી (દા. ત. પોસીત્રા ગામના ખેડૂત ખાતેદાર દયારામભાઈ જોશીનું ખેતર. દયારામભાઈ એ સરકારી માપણી કરી, તેની સામે કંપનીએ પણ સરકારી માપણી કરાવી અને સરકારના જમીન માપણી વિભાગના અધિકારીઓએ દયારામભાઈના ખેતરના હદ નિશાન ઉભા કર્યા તે મુજબ  ટાટા કંપનીની લાઇન દયારામભાઈ જોશીના ખેતરોમાં આવી જાય છે તેમ છતાં હજુ સુધી કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી 7) આ અતિ ખારાશ વાળી બ્રાયન પાઇપ લાઈનો સાથે ટાટા કેમિકલ કંપનીની વીજ લાઈનો પણ પસાર થાય છે જેના માટે 1990 માં માર્ગ અને મકાન વિભાગે રોડની મધ્ય રેખાથી 12 મીટર દૂર વીજ લાઇન પસાર કરવાની મંજૂરી આપેલ છે પરંતુ આ કંપની વાળા તેં હુકમ નો ભંગ કરી રોડની મધ્યરેખાથી માત્ર 5 જ મીટર દૂર વીજ લાઈનો પસાર કરી રહયા છે 8) ટાટા કંપની દ્વારા જે સિમેન્ટ ઉત્પાદન કરવામાં આવે છે તે પ્લાન્ટ દેવપરા ગામની ખૂબ જ નજીક છે આ સિમેન્ટ પ્લાન્ટ દ્વારા જે રજકણો હવામાં છોડવામાં આવે છે તે ખૂબ જ ગંભીર છે તે બાબતે અનેક વખત સામાજિક આગેવાન દેવરામભાઈ વાલા દ્વારા કરવામાં આવી છે તેમ છતાં પ્રદુષણ બોર્ડ કે સરકાર દ્વારા કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી જે ખૂબ જ દુઃખદ છે

9) ટાટા કેમિકલ દ્વારા જે કેમિકલ રબડી પાઇપ લાઇન વાટે દરિયામાં છોડવામાં આવે છે એવી જ રીતે RSPL ઘડી દ્વારા પાઈપ લાઇન દ્વારા કેમિકલ કચરો દરિયામાં છોડવામાં આવે તેના કારણે દરિતામાં એક ચોક્કસ વિસ્તારમાં દરિયાનો કલર બદલાઈ ગયો છે આપ મહોદયશ્રીને નમ્ર અનુરોધ છે કે આપ અનુકુળતા એ સમય કાઢી ગૂગલ મેપમાં સેટેલાઇટની મદદથી દરિયાનો કલર જોવા વિનંતી છે જેથી આપને અંદાજ આવે કે દરિયામાં કેટલું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.

આ બન્ને કંપનીઓ દ્વારા દરિયા છોડવામાં આવતા કેમિકલ કચરાના કારણે માછીમાર ભાઈઓની ખેતી પડી ભાંગી છે 10) ટાટા કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલ કચરાની રબડી અને ખારાશ વાળી બ્રાયન લાઈનોના કારણે મીઠાપુર, મોજપ, દેવપરા, પાડલી, હમુસર, ઘડેચી, સામળાસર, રાજપરા, પોસીત્રા, મૂળવેલ, ખથુંબા, અણિયારી, ટુપની, મેરિપર, લવરારી વગેરે ગામોમાં તેની અસર થઈ રહી છે ઉપરોક્ત બન્ને કંપનીઓ દ્વારા સ્થાનિક રોજગારીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉપરોક્ત તમામ મુદ્દે અનેક વખત મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર, એસ. પી. તથા પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડને પણ અનેક લોકોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં નિંભર તંત્રને કોઈ જ અસર થતી નથી ત્યારે આપને નમ્ર અનુરોધ છે કે આ બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવામાં આવેnbox

Search for all messages with label Inbox

Remove label Inbox from this conversation

Related Posts