સાવરકુંડલા નગર અને તાલુકા તથા સાવરકુંડલા જીલ્લામાં સમાવેશ થતા નગરો અને તાલુકાના વિવિધ ગામો માથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી સંગમ નિમિતે આજે તારીખ 26/04 નેં શનિવારે સાંજે 4.30 વાગ્યે હાથસણી રોડ ખાતે આવેલ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતેથી પથ સંચલન પ્રારંભ થશે જે સાવરકુંડલા શહેરના મુખ્યમાર્ગો હાથસણી રોડ, આંખની હોસ્પિટલ, શોરા વાડી, મેલડી ચોક, જયશ્રી ટોકીઝ. દેવળા ગેટ, ગાંધી ચોક, મેઇન બજાર, નદી બજાર, રિદ્ધિ સિદ્ધિ નાથ મંદિર ચોક, મણીભાઈ ચોક રાઉન્ડ, મોટી ગૌશાળા, કાપેલ ધાર, મહાકાળી ચોક, ખોડીયાર ચોક થઈને હાથસણી રોડ પર પ્રસાર થઈને નીકળશે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું આ વિશાળ પથ સંચલન ના સમય દરમિયાન મુખ્ય રસ્તાઓ પર ચુના થી ચિરોડી થી, કલર થી, રંગોથી રસ્તા પર રંગોળી કરીને પણ પથ સંચાલનનું સ્વાગત કરવામાં આવશે તેમજ ભગવા ધ્વજનું સાવરકુંડલા ના શહેરીજનો ફુલ, ચોખા, અબીલ ગુલાલ થી સ્વાગત કરીને પ્રણામ કરશે તેમજ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકુંડલા નગર અને તાલુકા દ્વારા શતાબ્દી સંગમ કાર્યક્રમ પ્રસંગે દરેક સમય અને કાળ પ્રમાણે રાષ્ટ્ર ઉત્થાન માટે અનેક મહાપુરુષોએ પોતાનું યોગદાન આપેલ છે આપણે પણ ઉત્તમ અને પરમ વૈભવ સંપન્ન રાષ્ટ્ર માટેના વિચારો સાથે આગળ વધીએ અને રાષ્ટ્ર તથા વિશ્વ બંધુત્વની ભાવનાને વધુ મજબૂત કરીએ આવા વિચારો સાથે એક કાર્યક્રમનું આયોજન આંખની હોસ્પિટલ ના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાશે જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો ની ઉપસ્થિતમાં યોજાશે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મધુભાઈ સવાણી અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ જીવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક તેમજ આકાશભાઈ પંડ્યા સાવરકુંડલા જીલ્લા કાર્યવાહ ઉપસ્થિત રહેશે
સાવરકુંડલા શહેરના મુખ્યમાર્ગો પર આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નું વિશાળ પથ સંચલન નીકળશે.

Recent Comments