અમરેલી

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલા ના મૃતકો ને સ્કેન્ડલ માર્ચ રચી આપી શ્રદ્ધાંજલિ

દામનગર શહેર ના સમસ્ત મુસ્લિમ સમાજે ગત તા.૨૨ એપ્રિલ ના રોજ કાશ્મીર ના પહેલ ગામ માં નિર્દોષ પર્યટકો ઉપર આતંકી હુમલા માં મૃત્યુ પામેલ ૨૮ મૃતકો ને સ્કેન્ડલ માર્ચ રચી પાકિસ્તાન મુરદાબદ ના નારા લગાવ્યા હતા દામનગર શહેર ના કચેરી ચોક જુમ્મા મસ્જિદ થી પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચ હિન્દુસ્થાન ઝીંદાબાદ ના નારા સાથે શહેર ના સરદાર ચોક થઈ ને મોટાપીર ની દરગાહ ખાતે મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સ્કેન્ડલ માર્ચ માં સમસ્ત મુસ્લિમ સમાજ દાઉદી વ્હોરા સમાજ ઇસ્માઇલી ખોજા જમાત ફકીર જમાત સિપાઈ જમાત સહિત સમસ્ત મુસ્લિમ સમાજ ના વડીલો યુવાનો એ પહેલગામ ના મૃતકો ને મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા પુરા અદબ સાથે ત્રિરંગા સાથે પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચ માં પોસ્ટર બેનર માં આતંકી ઓ વિરુદ્ધ સૂત્રો સાથે વિશાળ સ્કેન્ડલ માર્ચ યોજી દિવંગત મૃતાત્મા ઓના પરિવાર પ્રત્યે સધિયારો વ્યક્ત કર્યો હતો 

Related Posts