અમરેલી

રાત્રીના લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો

ભાગવત સપ્તાહનો દ્વિતીય દિવસ

વિવિધ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતી.

સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રથમ દિવસની રાત્રીએ વિવિધ કાર્યક્રમોના આયોજનના અંતર્ગત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાએલ હતો જેમાં ભગવત કાર્ય રસપુર્ણ વર્ણન માયાભાઈ કર્યુ હતુ.

શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે ભાગવત આચાર્ય પ.પૂ. કૌશિક દાદાના મુખે મધુર શૈલીમાં રસપૂર્વક કથા વાંચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાગવત કથા મહાત્મ્ય, સત્સંગના મહિમા અને જીવનમાં સારા સંકલ્પોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

કથામાં જણાવાયું હતું કે શ્રીમદ ભાગવત એક કલ્પવૃક્ષ સમાન છે જે જીવનમાં જ્ઞાન, વેરાગ્ય અને ભક્તિનો વિકાસ કરે છે. આ દિવસે કપિલ મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી અને રાજા પરીક્ષિતના જન્મ પ્રસંગનું રસપ્રદ વર્ણન શ્રાવકોને ભાવવિભોર કરી ગયું.

આ પ્રસંગે સમાજના અનેક અગ્રણીઓએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. ખાસ કરીને દિલીપભાઈ સંઘાણી4 અશ્વિનભાઈ સોજીત્રા4 પી.એલ. રાજપરા4 જેન્તીભાઈ પાનસુરીયા4 જેનાબાપા વઘાસિયા4 સાગરભાઈ રાઠોડ4 દિનેશભાઈ પોપટ4 પ્રાગજીભાઈ કાલરીયા4 મનુબાપા રીબડીયા4 માવજીભાઈ ગોલ4 રામભાઈ સાનેપરા4 ધીરુભાઈ અકબરL4 એમ.કે. સાવલિયા4 વસંતભાઈ પોકળ4 ચતુરભાઈ અરજણભાઈ કોરાટ4 ચિરાગભાઈ ગજેરા4 વિરલભાઈ કાબરીયા4 કાળુભાઈ પાનસુરીયા4 બીપીનભાઈ જોશી4 ધવલભાઈ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અનુષ્ઠાન દ્વારા સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો છે અને યુવાનોમાં ધાર્મિક ચેતનાનું વિસ્તરણ થયું છે.

Related Posts