ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં સાત નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટમાં ૩૧ જસ્ટિસ હતા, પરંતુ હવે ૭ નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને ૩૮ થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હવે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં વધારો થયો છે. અગાઉ ૧૯ માર્ચ, ૨૦૨૫ નાં રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ તરીકે ભલામણ કરેલ ન્યાયિક અધિકારીઓની નિમણૂકનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
૭ નવા જજની યાદી:-
લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
જયેશ લાખણશીભાઈ ઓડેદરા
પ્રણવ મહેશભાઈ રાવલ
મૂળચંદ ત્યાગી
દીપક મનસુખલાલ વ્યાસ
ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ

Related Posts