ભાવનગર

કાપડની થેલીનો ઉપયોગ કરી માળવાવ ગ્રામ પંચાયતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ:સરપંચશ્રી

ભાવનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂના માર્ગદર્શન હેઠળ
“સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહુવા તાલુકાની
માળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં ગામના સરપંચશ્રી એલ. એ. પરમાર અને તલાટી
કમ મંત્રી શ્રી ધર્મદિપસિંહ ગઢવીએ કરવેરા ભરનાર તમામ વ્યક્તિને કાપડની થેલીઓનું વિતરણ કરીને
એક અનોખી પહેલ શરૂ કરી છે.
માળવાવ ગામના સરપંચશ્રી એલ.એ. પરમારએ કહ્યું કે,માળવાવ ગ્રામ પચાયત પ્લાસ્ટિક મુક્ત બને
તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યાં છે. દરેક વ્યક્તિને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરવાની
સાથે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં કરવેરા ભરનાર તમામ વ્યક્તિને કાપડની થેલીનું વિતરણ કરીએ
છીએ જેથી સરકારને કરવેરાની આવક થાય,મકાન ખાતેદાર લેણાં મુક્ત થાય અને મારૂં ગામ પ્લાસ્ટિક
મુક્ત બને.આવો કાપડની થેલીનો ઉપયોગ કરી માળવાવ ગ્રામ પંચાયતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.

Related Posts