દામનગર નગરપાલિકા કચેરી ખાતે સમસ્ત ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો નું પ્રતીક ઉપવાસ આંદોલન દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને એક માત્ર વૈકલ્પિક રસ્તો રેલવે ગરનાળુ તેમાં પણ તાજેતર માં માવઠા થી ભરાયેલ વરસાદી પાણી ઉલેસવા પાલિકા તંત્ર વાહકો એ રેલવે ને જા નં એસ્ટા /૯૨/૨૦૨૫/૨૬ તા.૧૨/૦૫/૨૫ ડિવિઝન રેલવે મેનેજર ડી આર એમ ભાવનગર ને પત્ર પાઠવી રેલવે ગરનાળા માં ભરાયેલ વરસાદી પાણી નિકાલ કરવા અને રેલવે ટ્રેક ઓળગી અવર જવર કરતા ઓનો કોઈ અકસ્માત થશે તો રેલવે તંત્ર ની જવાબદારી રહેશે તેમ પાલિકા તંત્ર વાહકો એ પત્ર માં જણાવ્યું શુ દામનગર શહેર ની જનતા ને પ્રાથમિક સુવિધા માટે પાલિકા તંત્ર ની કોઈ જવાબદારી નથી ? દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને રેલવે ગરનાળા સિવાય અન્ય કોઈ રસ્તો નથી તેમાં વરસાદી પાણી ભરાય કે રેલવે ટ્રેક ઓળગી અવરજવર કરતા ઓનો અકસ્માત થાય તો રેલવે તંત્ર ની જવાબદારી પાલિકા ના સત્તાધીશો ની રસ્તો આપવા કે ગરનાળા માં ભરાયેલ પાણી ઉલેસવા ની કોઈ પણ જવાબદારી નથી ? ખોડિયારનગર દામનગર શહેર માં આવેલું છે પણ સ્થાનિક સત્તાધીશો નથી રસ્તો આપતા કે નથી ગરનાળા માં ભરાતા વરસાદી પાણી નો નિકાલ કરતા ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો જાય તો જાય ક્યાં ? ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળી શકવાની શકયતા છે ત્યાં સત્તાધીશો ના ટેકેદારો ના દબાણ છે આવી હાલાકી ભોગવતા ખોડીયારનગર ના રહીશો અને ખેડૂતો ના પ્રતીક ઉપવાસ આંદોલન ને કોઈ પણ ભોગે વિખેરી નાખવા તાનાશાહ તંત્ર વાહકો પાવર પોઝીશન નો દૂરઉપીયોગ કરી પ્રતીક ઉપવાસ ની પરવાનગી નું કારણ આપી ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને ડરાવી ધમકાવી પ્રતીક ઉપવાસ સમાપ્ત કરવા શામ દામ દંડ ભેદ નો ઉપીયોગ ખોડિયારનગર અને ખેડૂતો ને રસ્તા કાયમી રસ્તો તો નહીં પણ વૈકલ્પિક રસ્તો આપવા પણ તૈયાર નથી દામનગર પાલિકા તંત્ર વાહકો માત્ર ચાર દબાણદારો ને રાજી રાખવા હજારો લોકો ને બાન માં લેવાનું કારણ શું ? ખોડીયાનગર અને ખેડૂતો પ્રતીક ઉપવાસ આંદોલન બંધ નહિ કરે તો પોલીસ કાર્યવાહી થશે આવી તાનાશાહી કેમ ? શહેરીજનો ને કાયમી કે વૈકલ્પિક રસ્તો આપવો નથી રેલવે ગરનાળા નું પાણી નિકાલ કરવું નથી ત્યારે પાલિકા તંત્ર ની જવાબદારી કે જરૂરિયાત શુ ?
આલે લે વરસાદી પાણી ભરાય કે અકસ્માત થાય તો રેલવે તંત્ર ની જવાબદારી ? દામનગર ના પાલિકા ના તંત્ર વાહકો ની કોઈ જવાબદારી નહિ ? ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તો માટે પ્રતીક ઉપવાસ

Recent Comments