સાવરકુંડલા માં છેલ્લા બે માસથી રિદ્ધિસિદ્ધિ ચોક થી અમરેલી રોડ નાં ગટર નાં કામ તેમજ અમરેલી રોડ વાલ્મીકિ નગર,થી સૂર્યોદય પેટ્રોલ પંપ સુધી નાં રોડ પરના કામ સબબ રોડ રસ્તા બંધ કરેલ છે. અને આ કામ સબબ રોડ રસ્તા નું ખોદાણ કરેલ છે. ત્યારે સાવરકુંડલા અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર માટેનો આ રોડ એક હાર્દ સમાન રોડ છે. નાવલી રોડ પર નાના મોટા વેપારીઓની દુકાનો આવેલી છે ત્યારે સાવરકુંડલા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો રોજેરોજ ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ રોડ એક મહત્વનો રોડ હોય અને તેમાં છેલ્લા બે માસથી આ રોડ નું ખોદાણ થવાથી આમ જનતા ને નુકશાન સાબિત થઇ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા આ કામને વહેલી તકે પૂર્ણ નહિ થતા હાલમાં કમોસમી વરસાદ થી રોડ રસ્તાના ખોદાણ માં પાણી ભરાવાના કારણે લોકોને ખબર નાં હોવાથી કોઈ નુકશાની થવાની ભીતિ રહેલી છે. ત્યારે ગત તારીખ ૧૫/૦૫/૨૦૨૫ નાં રોજ અમરેલી રોડ પર નાં રોડ રસ્તાના ખોદાણ નાં ખાડા માં એક માણસ પડી જવાથી મૃત્યુ થવા પામેલ છે. અને એક ફોરવ્હીલર પણ પડી ગયેલ નાં બનાવ બનેલ છે. ત્યારે તંત્ર કે એજન્સી ની બેદરકારી સામે આવેલ છે જેમાં એજન્સી કે તંત્ર દ્વારા કોઈ સુચન કે રસ્તો બંધ છે તેવી કોઈ લખાણ રૂપી સૂચના કે આડાશ રાખવામાં આવેલ નથી. જેના કારણે ભવિષ્ય માં આવો કોઈ બનાવ નાં બને તે માટે સાવચેતી નાં ભાગ રૂપે કોઈ પગલા લેવામાં આવે અને આ તમામ કામ વહેલી તકે પૂર્ણ કરી અને રોડ રસ્તાને ખુલ્લો કરવામાં આવે તેવી વિનંતી સાથે વહીવટીતંત્ર ને પત્ર થી જણાવેલ છે તેમજ તંત્ર ને વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કનુભાઈ (વિજયભાઈ) ડોડીયા દ્વારા જણાવેલ છે કે હવે પછી નાં સમય માં કોઈપણ દુર્ઘટના કે માણસ નાં મૃત્યુ નો બનાવ બનશે તો તેમની તમામ જવાબદારી વહીવટીતંત્ર અને એજન્સી ની રહેશે
આમ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કનુભાઈ (વિજયભાઈ) ડોડીયા દ્વારાનાવલી થી અમરેલી રોડ સુધીના રોડ રસ્તા નાં ખોદાણ અને અધૂરા કામથી માણસનાં મૃત્યુ થવાથી તંત્રની બેદરકારી સામે વહેલી તકે સાવચેતી ના પગલા લેવામાં આવે તેવું વહીવટીતંત્ર ને પત્ર પાઠવી ને જણાવેલ છે.
Recent Comments