ગુજરાત

વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ ની આરોગ્ય શિબિર યોજાય આપણું આરોગ્ય આપણા હાથમાં આરોગ્ય અભિયાન 

વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ ની આરોગ્ય શિબિર યોજાય

આપણું આરોગ્ય આપણા હાથમાં આરોગ્ય અભિયાન બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા સશકત આપણું આરોગ્ય આપણા હાથમાં આરોગ્ય અભિયાન અંતર્ગત ઘારી મહિલા  સશકિત કરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે.  મહિલા મંડળ ની બહેનો આરોગ્ય જાળવણી બાબતે જાગૃતિ કેળવે તેવા હેતુથી, આપણું આરોગ્ય આપણા હાથમાં આરોગ્ય અભિયાન અંતર્ગત ઘારી તાલુકાના ભાડેર ગામે  તારીખ ૧૯ મેં ના રોજ આરોગ્ય સેવિકા તાલીમ નું આયોજન કરવામાં આવેલ. તેમાં અમરેલી ના જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર ભારતીબેન બોરડે સૌને સરસ માર્ગદર્શન આપેલ. નાની મોટી બિમારી થી કેમ બચી શકાય?  નાની નાની બિમારી માં ઘરગથ્થુ ઉપચારો નું મહત્વ  તેમજ યોગ કસરત અને પ્રાણાયામ દ્રારા રોગ મુક્ત કેવી રીતે રહી શકાય? એ બાબતે ૩૫  જેટલી મહિલા મંડળ ની બહેનો ને સમજ આપેલ તેમ મહિલા કાર્યકર શ્રી  તૃપ્તિબેન પંડીત ની અખબારી યાદી માં જણાવેલ છે.

Related Posts