સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર માં તરબૂચ અને ટેટી જેવા બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.

રાણા મહિપાલસિંહ જણાવ્યુંકે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામમાં રહે છે.નિવૃત્ત આર્મી જવાન છું. આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ રોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી. જેમાં મેં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી બાદમાં હું છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરું છું. અમારા ગામમાં ઘણા સમયથી કપાસ, બાજરો, ઘઉ, તલ, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી થતી હતી. પરંતુ આ ખેત પદ્ધતિમાં બદલાવ કરી આધુનિક ઢબે તરબૂચ, ટેટીની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં આશરે 10 વીઘામાં ટેટી અને 20 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. તરબૂચ અને ટેટી એ ખૂબ જ ટૂંકા સમયગાળાનો પાક છે. માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં મહેનત કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. જો વાતાવરણ સારું રહે તો વીઘે અંદાજે રૂ.70  થી 80  હજારનું વળતર મળે છે. જેમાં 21,00,000 લાખ નું ઉત્પાદન મળ્યું છે વિધે અંદાજિત 30 થી 40 હજાર નો ખર્ચ કરવાં માં આવ્યો હતો.જેથી સારું ઉત્પાદન મળે છે.

બાગાયત વિભાગ તરફથી મળેલી સહાય અંગેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં ખેડૂત આત્મનિર્ભર બની પોતાની આવક ડબલ કરી શકે તે માટે સરકાર દ્વારા અનેક સહાય યોજનાઓ અમલી છે. મેં પાણીના ટાંકામાં રૂ.50 હજાર, ગ્રો  કવરમાં રૂ.40 હજાર,  પ્લાસ્ટિક મલચીંગમાં રૂ.50 હજાર, પેક હાઉસમાં રૂ.2 લાખ અને મસાલા પાકોમાં રૂ.50 હજારની સહાય મેળવેલી છે. આ ઉપરાંત મલ્ચ લેઇંગ મશીનમાં પણ રૂ.30 હજારની સહાય મેળવી છે. આ બધી જ સહાય યોજનાઓના ફોર્મ ઓનલાઈન ભરવામાં પણ બાગાયત વિભાગનો ખૂબ જ સાથ-સહકાર મળ્યો છે. તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરતા વધુમાં જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ. જેમાં વળતર પણ ખૂબ જ સારું મળે છે. આ ઉપરાંત સરકાર તરફથી વિવિધ સહાય યોજનાઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સહાય મળે છે. બાગાયતી પાકોમાં આગામી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે એમ પણ તેમને જણાવ્યું હતું.

રાણા મહેન્દ્રસિંહે જણાવ્યુંકે, હું છેલ્લા 15 વર્ષથી કપાસ, તલ, જીરુ, વરિયાળી, ચણા જેવા પાકોની ખેતી કરું છું. પરંતુ હાલમાં મેં આશરે 10 વીઘામાં ટેટી અને 20 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં મને ઓછી મહેનતે વધુ નફો મળે છે. માત્ર ત્રણ મહિનાની ખેતીમાં વીઘે રૂ.60  થી 70 હજારનો નફો થાય છે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં સબસીડી પણ ખૂબ જ વધારે મળે છે. મેં પણ પાણીના ટાંકામાં, ગ્રો  કવરમાં, પ્લાસ્ટિક મલચીંગમાં સહાયનો લાભ મેળવ્યો છે. આથી તમામ ખેડૂત મિત્રોએ પરંપરાગત ખેતી મૂકી બાગાયતી ખેત પદ્ધતિ અપનાવી જોઈએ.

મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરીયાએ જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતી કરતાં શાકભાજી, ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે. જેનાથી ખેડૂતમિત્રોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. હાલમાં જ બાગાયત વિભાગ તરફથી અલગ-અલગ પ્રકારની સહાય યોજનાઓ માટેનું આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું છે. જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.

Related Posts