અમરેલી

દસ્વિતાને માત આપતા આ પાંચ યોગાસન વિશેષ રીતે અસરકારક

મેદસ્વિતા એ હ્યદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ કેન્સર સહિત વિવિધ ગંભીર બિમારીઓને નોતરે છે ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસન ખૂબ અસરકારક છે. તેમાં પણ પાંચ મુખ્ય યોગાસન એ વધુ ઉપયોગી સાબિત થાય છે. આ યોગાસનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતાથી મુક્તિ મળવાની સાથે ઘણા ગંભીર રોગોથી પણ બચી શકાશે.

ગુજરાત રાજય સરકારે પણ લોકો સ્થૂળતા મુક્ત બની સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે માટે સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરુ કર્યુ છે, જેથી નાગરિકો મેદસ્વિતા ઘટાડવા માટે વધુ સજાગ બને.

મેદસ્વિતા ઘટાડવામાં પાંચ યોગાસનમાં પ્રથમ સૂર્ય નમસ્કાર ચરબી ઓગાળવામાં અત્યંત અસરકારક છે, ધનુરાસન કમર અને પેટના ભાગની ચરબી ઓગાળે છે, ભુજંગાસન પાચનતંત્રને મજબૂત બનાવે છે, ઉત્કટાસન સાથળ અને એબ્ડોમિનલ મસલ્સ મજબૂત કરે છે અને નૌકાસન એબ્સ ટોન કરવા માટે શ્રેષ્ઠ છે.  

આ ઉપરાંત મેદસ્વિતા ઘટાડવા માટે યોગાસનની સાથે પ્રાણાયામ કરવામાં આવે તો વિશેષ લાભો પણ મેળવી શકાય છે. આમ, યોગ એ માત્ર ઉપાય નહિ પરંતુ એક રીતે અસરકારક ઉપચાર પણ સાબિત થાય છે.

Related Posts