આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાલમાં કોરોનાના ૧૦૪ એક્ટીવ કેસ છે. છેલ્લા એક અઠવાડિયામાં ૯૯ નવા કેસ નોંધાયા છે જે આરોગ્ય વહીવટીતંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે. મહત્વનું છે કે, આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧૦૦૯ થયો છે. જેમાં ૭૫૨ કેસોની ખાતરી થઈ છે. છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો ૨૫૭ હતો. પરંતુ સોમવારે તેમાં અચાનક વૃદ્ધિ થઈ છે. કોરોના વાઇરસના આ નવા વેરિયન્ટના કારણે અત્યાર સુધી ૭ લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૪, કેરળમાં ૨ અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં સૌથી વધુ ૪૩૦ એક્ટિવ કેસ જાેવા મળ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૦૯, દિલ્હીમાં ૧૦૪, ગુજરાતમાં ૮૩, તમિલનાડુમાં ૬૯ અને કર્ણાટકમાં ૪૭ એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં ૧૫, રાજસ્થાનમાં ૧૩, પશ્ચિમ બંગાળમાં ૧૨, પુડુચેરીમાં ૯, હરિયાણામાં ૯, આંધ્રપ્રદેશમાં૪, મધ્યપ્રદેશમાં ૨, છત્તીસગઢ-ગોવા-તેલંગાણામાં ૧-૧-૧ એક્ટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૦૦૯ થઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયા નથી.
આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં આરોગ્ય સેવા મહાનિર્દેશક (ડ્ઢય્ૐજી) ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (દ્ગઝ્રડ્ઢઝ્ર), ઇમરજન્સી મેડિકલ રિલીફ (ઈસ્ઇ) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોનિટરિંગ થઈ રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના ૧૦૪ એક્ટિવ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય મંત્રી ડૉ. પંકજ સિંહે વીડિયો મારફત લોકોને ભયભીત ન થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે. આપણી તમામ હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જાે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ સાથે, દિલ્હીમાં કોરોના અંગે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.‘
દેશમાં ફરી એકવાર કોરોના વાઇરસ પ્રસર્યો, ભારતમાં કોરોનાવાયરસના એક્ટિવ કેસનો આંકડો ૧૦૦૦ને પાર

Recent Comments