૧૫૦ વર્ષથી, આ મંદિર લોકોમાં શ્રદ્ધા તેમજ સામાજિક સેવાની ભાવના ફેલાવી રહ્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુંબઈમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી વર્ષગાંઠ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૫૦ વર્ષથી, ટ્રસ્ટના તમામ સભ્યો મંદિર, તેના ઉદ્દેશ્યો અને લોકોમાં સમાજ સેવાની મજબૂત ભાવના વિશે વાત પ્રસરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તે સમયમાં, શ્રી વરજીવનદાસ અને નરોત્તમભાઈએ આ સંસ્થાની સ્થાપના મોટા હૃદયથી કરી હતી અને સમાજ પ્રત્યેની તેમની ઉદાર ભાવના દર્શાવી હતી. ૧૮૭૫માં વિદેશી શાસનકાળ દરમિયાન એક મંદિર બનાવીને તેના માધ્યમથી સામાજિક ચેતનાનું પુનર્જાગરણ મહાન લોકો જ કરી શકતા હતા.
શ્રી અમિત શાહે કહ્યું કે લક્ષ્મીનારાયણ મંદિરમાં અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એક સમયે અહીં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ગીતા અભ્યાસ અને સંસ્કૃત પાઠશાળા પણ ચલાવવામાં આવતી હતી. તેમણે કહ્યું કે માધવબાગ ટ્રસ્ટની રચના પવિત્રતા, સંતુલન અને સત્કર્મોના સંગમમાંથી થઈ હતી. આ પરંપરા ૧૫૦ વર્ષથી ચાલી આવી છે અને તે આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. શ્રી શાહે કહ્યું કે આપણે વિચારવું પડશે કે જ્યારે આપણે ૨૦૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરીશું ત્યારે આ ટ્રસ્ટ કેવું સ્વરૂપ લેશે. તેમણે કહ્યું કે શું આપણે આ ટ્રસ્ટને એક ધાર્મિક કેન્દ્રમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જે મધ્યમ વર્ગના સમાજની બધી ચિંતાઓને દૂર કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના બીમાર નાગરિકો માટે વિવિધ પ્રકારની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડીને અહીં સંજીવની સેન્ટર પણ બનાવી શકાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ગઈકાલે જ શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી તરીકે ૧૧ વર્ષ પૂર્ણ કર્યા અને છેલ્લા ૧૧ વર્ષથી પ્રધાનમંત્રી મોદીજી દેશની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ એવું કામ કર્યું છે કે ભારતીય હોવાનો ગર્વ થાય. દેશમાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આઝાદી પછીના ઘણા દાયકાઓ સુધી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શક્યો નહીં. શ્રી શાહે કહ્યું કે ૫૫૦ વર્ષ પછી, અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર હતી, જે પ્રધાનમંત્રી મોદીએ દર્શાવી. તેમણે કહ્યું કે ઔરંગઝેબ દ્વારા નાશ પામેલા કાશી વિશ્વનાથના કોરિડોરનું નિર્માણ કરીને આજે કાશી વિશ્વનાથની મહિમા વધારવાનું કાર્ય એ જ મજબૂત રાજકીય ઇચ્છાશક્તિનું પરિણામ છે. શ્રી શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ યોગને વિશ્વભરના દરેક ઘરમાં લઈ જવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી છે કે ૨૦૪૭ સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત થશે અને દરેક ક્ષેત્રમાં નંબર વન બનશે. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતે હવે પાછળ ફરીને જાેવાની કે રોકાવાની જરૂર નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે આખી દુનિયા સિંદૂરનું મહત્વ જાણતી નહોતી, પરંતુ સર્જિકલ સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપીને, પ્રધાનમંત્રી મોદીએ આખી દુનિયાને સિંદૂરનું મહત્વ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદીઓના ઘરોમાં ઘૂસીને તેમના મુખ્યાલયનો નાશ કરીને ભારતની માતૃશક્તિનું મસ્તક ગર્વથી ઊંચું કરવાનું કામ કર્યું છે.
Recent Comments