અમરેલી

 અમરેલીને મળેલ પ્રાકૃતિક કૉલેજ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળી આભાર વ્યક્ત કરતા અમરેલીના જનપ્રતિનિધિઓ

 નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સહિતના પ્રતિનિધિઓએ રાજ્યપાલશ્રીની લીધી મુલાકાત
* ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે તેઓ સતત રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.
તાજેતરમાં પ્રાકૃતિક યુનિવર્સિટી સંલગ્ન અમરેલી ખાતે નવી પ્રાકૃતિક કોલેજ મંજૂર થતા રાજ્ય રાજ્યના રાજ્યપાલશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે . વી. કાકડિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તથા મોટા ભંડારીયાના અગ્રણી જયસુખભાઈ કસવાળા તથા ભરતભાઈ કસવાલા વગેરેએ રાજ્યપાલશ્રીની મુલાકાત લઇ, અમરેલીને પ્રાકૃતિક કોલેજ ફાળવવા બદલ આભારની લાગણી પ્રગટ કરી હતી. આ તબક્કે યુનિવર્સિટીના વી.સી. ટીંબડીયા પણ ઉપસ્થિત રહેલ.

Related Posts