ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓને
મજબૂત કરવા માટે “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેર સ્થિત
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્ટીટ્યૂટ ખાતે સાંજે ૫:૦૦ કલાકે નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન
શિલ્ડ”ની મોકડ્રીલ યોજાઈ હતી.
ભાવનગર શહેરના સેન્ટ્રલ સોલ્ટ મરીન રીસર્ચ સેન્ટર ઈન્ટીટ્યૂટના ગાર્ડનમાં અચાનક ડ્રોન હુમલો અને
બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના સમાચાર મળતાં ડિઝાસ્ટર અને પોલીસ વિભાગને ઈમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે
પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી. આ ડ્રોન હવાઇ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત
થયાં હોવાની માહિતી મળી હતી. પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહિયા,
ડી.વાય.એસ.પી. શ્રી આર. આર. સિંધાલ, ડિઝાસ્ટર વિભાગના ડી. પી. ઓ. શ્રી ડિમ્પલ તેરૈયા સ્થળ પર પહોંચ્યા
હતા.
પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલે હવાઇ હુમલાની મોકડ્રિલ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ
ડ્રોન હવાઇ હુમલા દરમિયાન ગાર્ડનમાં ફરી રહેલાં પર્યટક વિદ્યાર્થીઓ તેમજ ગાર્ડનમાં કામ કરી રહેલાં કર્મીઓને
અલગ અલગ ઇજાઓ થઈ હતી. જેમાં 8 વ્યક્તિઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવી છે, 15
ઈજાગ્રસ્ત લોકોને રેસ્કયુ કરીને નજીકની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 8 લોકોને સામાન્ય
ઇજા થતાં રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવાર સ્થળ પર આપવામાં આવી હતી તેમજ 23 વ્યક્તિઓને ખી. લ. મુંગા-
બહેરા શાળાના શેલ્ટર હોમ ખાતે બેઝમેન્ટ માં સલામત સ્થળે લઇ જવામાં આવ્યાં છે. જ્યારે આ મોકડ્રિલમાં 4
વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હોવાનું દર્શાવ્યું હતું. આ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો છે.
ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં ૧૦૮
ની ટીમ, એનસીસી,હોમ ગાર્ડ્સ, આરોગ્યતંત્ર, પોલીસ, ફાયર ફાઈટર, આપદા મિત્ર અને જિલ્લા વહીવટી તંત્રના
વિવિધ અધિકારીઓ, ડિઝાસ્ટર સ્ટાફ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા.
સફળ મોકડ્રીલ બાદ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ દ્વારા
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ, ફાયર ફાઈટર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

Recent Comments