ગુજરાત

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે IPL ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરતા વધુ ૧ને ઝડપી પાડ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરનર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો, તેની પાસેથી પોલીસે ૧૧ ટિકીટો કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ૈંઁન્ ૨૦૨૫ની ટિકીટની કાળાબજારી કરે છે. આ શખ્સ વિજય ચાર રસ્તા નજીક ટિકીટની કાળાબજારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
પકડાયેલ વ્યક્તિ પાસેથી પોલીસે ૈંઁન્ ૨૦૨૫ની ૧૧ ટિકીટો કબજે કરી હતી. પુછપરછમાં તેનું નામ ભાવુક નરપતરાજ ચૌહાણ(૨૧) અને નવરંગપુરામાં કોમર્સ છ રસ્તા પાસે ડ્રીમ હાઊસમાં પી.જી તરીકે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મુળ તે રાજસ્થાનનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં આરોપી ભાવુક ચૌહાણે તેની પાસેથી મળેલી ટિકીટો ઓનલાઈન બુક કરાવી હોવાનું જણાયું હતું. ૈંઁન્ ૨૦૨૫ની રૂ.૧૫૦૦ની ટિકીટ તે લોકોને રૂ.૫,૦૦૦ અને રૂ. ૨,૦૦૦ ની કિંમતની ટિકીટ રૂ.૬,૦૦૦ માં વેચતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

Related Posts