અમરેલી, તા.૦૨ જૂન,૨૦૨૫ (સોમવાર) તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને અમરેલી જિલ્લામાં જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમરેલી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે પર્યાવરણ જનજાગૃત્તિ અન્વયે લોકડાયરો-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
પર્યાવરણની જાળવણીના ઉદ્દેશને સફળ બનાવવા માટે પર્યાવરણ વિષય પર શ્રી નિખિલભાઈ વસાણી દ્વારા વકતવ્ય આપવામાં આવ્યુ હતુ. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે નાગરિકોએ સ્વયંશિસ્ત કેળવવી જરુરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર ખતરો તોળાઇ છે. નાગરિકો જાગૃત્ત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરુરી છે.
અમરેલી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી શ્રી એમ.જે.નાકિયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી રોહિતભાઈ મહેતા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી શ્રી નિખિલભાઈ વસાણી ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની એક યાદીમાં જણાવ્યુ છે.


















Recent Comments