ભાવનગર

મોટી પાણીયાળી ગામના યુવાને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા

પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના યુવાન કુલદિપસિંહ બી વાળાએ ગુજરાત વિધાપીઠ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બાઇથલે સ્પર્ધા જેમાં ત્રણ કિમી દોડ અને સ્વીમીંગ બંને રમવાનું હોય છે તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે લેસર રન સ્પર્ધા જેમાં પણ ત્રણ કિમી દોડ અને શૂટિંગ એમ બંને રમવાનું હોય છે તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવી એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવી શાનદાર સફળતા મેળવી ગામ અને તાલુકો તથા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે એક સાથે બે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા સાથે આગામી ઓગસ્ટ મહિનામાં બિહાર રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધા માટે પણ પસંદગી થઈ છે તે બદલ તેમના કોચ અંકુરસિંહ સૈની અને ટ્રેનર મિત સારંગ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે.

Related Posts