રાષ્ટ્રીય

છત્તીસગઢમાં કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ કરતાં કોન્ટા ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા, અન્ય જવાનો ઘાયલ

છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓ દ્વારા એક કરુર ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં, નક્સલીઓએ મંગળવારે (૧૦મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા ૈંઈડ્ઢ બ્લાસ્ટ થયો હતો. જેમાં છજીઁ આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.
તે પણ મહત્વનું છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન ૨૦૨૫ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.

Related Posts