અમદાવાદ શહેરમાં ૧૪૮મી “રથયાત્રા” યોજાવાની છે તેના પૂર્વે જ રાજ્ય અને શહેરમાં કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેમજ લોકોમાં કોમી એકતા, સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી શહેરના ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ, જી.આઇ.ડી.સી.વટવા, કારંજ, મણીનગર, નરોડા, સોલા હાઇકોર્ટ, રામોલ, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, વટવા, કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ ૨૪ ઈસમો વિરુધ્ધમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓએ એકસાથે “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજયની પાલારા ભુજ જેલમાં મોકલી આપેલ છે. આ સિવાય ૧૦ ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે અને આવા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.
અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ૨૪ ઈસમોને એકસાથે “પાસા” તેમજ ૧૦ ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી

Recent Comments