રાષ્ટ્રીય

રાત્રે કરવામાં આવેલા હુમલા દરમિયાન અમે તેહરાનમાં શસ્ત્ર સંશોધન કેન્દ્ર પર હુમલો કર્યો: ઇઝરાયલી સેનાનો દાવો

ઇઝરાયલની સેનાએ શુક્રવારે દાવો કરતાં કહ્યું હતું કે, તેમના દ્વારા ઈરાન સાથેના યુદ્ધના આઠમા દિવસે તેહરાનમાં રાતોરાત ડઝનબંધ લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં “ઈરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટના સંશોધન અને વિકાસ” માટેનું કેન્દ્ર પણ સામેલ છે.
એક નિવેદનમાં, સેનાએ જણાવ્યું હતું કે તેણે “તેહરાનના હૃદયમાં શ્રેણીબદ્ધ હુમલાઓ પૂર્ણ કર્યા છે: લશ્કરી મિસાઇલ ઉત્પાદન સ્થળો અને ઇરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટના સંશોધન અને વિકાસ માટે જીઁદ્ગડ્ઢ (ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફેન્સિવ ઇનોવેશન એન્ડ રિસર્ચ) મુખ્યાલય સહિત ડઝનબંધ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.”
ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, જીઁદ્ગડ્ઢ મુખ્યાલયનો ઉપયોગ “ઈરાની શાસનની લશ્કરી ક્ષમતાઓને ટેકો આપતી અદ્યતન ટેકનોલોજી અને શસ્ત્રોના સંશોધન અને વિકાસ માટે થાય છે.”
સેનાએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ૬૦ થી વધુ ફાઇટર જેટ્સે ડઝનબંધ લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો હતો. “લક્ષ્યોમાં મિસાઇલ ઘટકોનું ઉત્પાદન કરતી જગ્યાઓ અને મિસાઇલ એન્જિનના કાસ્ટિંગમાં વપરાતા કાચા માલનું ઉત્પાદન કરતી સુવિધાઓનો સમાવેશ થાય છે,” તે ઉમેરે છે.
ઇઝરાયલે દાવો કર્યો હતો કે ઇરાન પરમાણુ શસ્ત્ર વિકસાવવાની આરે છે, તેણે એક અઠવાડિયા પહેલા તેના કટ્ટર દુશ્મન સામે હવાઈ હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે ઘાતક અથડામણ થઈ હતી.
યુરોપિયન વિદેશ પ્રધાનો શુક્રવારે તેમના ઈરાની સમકક્ષ સાથે વાતચીત કરશે, જેમાં તેઓ યુદ્ધના રાજદ્વારી ઉકેલ સુધી પહોંચવાની આશા રાખશે કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની સંડોવણીની સંભાવના પર વિચાર કરી રહ્યા છે.

Related Posts