ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ શ્રી હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી થેનારાસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝરલેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી.
ગુજરાતના રમતગમત પ્રતિનિધિમંડળે લૌઝેન સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટએકોર્ડના અધ્યક્ષ સાથે બેઠક કરીને ગુજરાતમાં યોજાનારી સ્પોર્ટએકોર્ડ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું. જેમાં એક અગ્રણી રમતગમત ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે આપણા રાજ્યની ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
ત્યારબાદ ટીમ બર્સન સાથે આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન્સ, સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસ માટેની વિવિધ તકો અંગે પણ વિગતવાર ચર્ચા કરી.
વધુમાં, એસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝ (છર્દ્ગંઝ્ર) ટીમ સાથે મુલાકાત કરીને ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં છર્દ્ગંઝ્ર ઇવેન્ટ્સનું આયોજન કરવા માટેની સંભવિત તકોની ચર્ચા કરવામાં આવી, જેમાં આપણા રમતગમતના માળખા અને ગુજરાતની અસ્મિતા અને આતિથ્યને પ્રકાશિત કરવામાં આવ્યું. છર્દ્ગંઝ્ર એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા માન્યતા પ્રાપ્ત ૨૦૬ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ (ર્દ્ગંઝ્રજ) ને સંલગ્ન કરે છે.
વધુમાં, શ્રી હર્ષ સંઘવીની આગેવાનીના પ્રતિનિધિમંડળે હ્લૈંફમ્ પ્રમુખ (આંતરરાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન) અને તેમની ટીમ સાથે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન અને વોલીબોલ રમતના વિકાસ માટેની તકો અંગે ચર્ચા કરતા ફળદાયી બેઠક કરી.
સ્વિત્ઝરલેન્ડની આ મુલાકાત દરમિયાન વિવિધ આંતરરાષ્ટ્રીય રમતગમત ફેડરેશનમાં કામ કરતા ભારતના યુવા વ્યાવસાયિકો સાથે રાત્રિભોજન કરીને તેમની સાથે સંવાદ કર્યો અને જાેડાણોને પ્રોત્સાહન આપ્યું અને ભવિષ્યના સહયોગ માટે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.
મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકો ભારત અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોના કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક રમતગમત સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનું પગલું બની રહેશે.
સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી

Recent Comments