ગુજરાત

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (જીઈર્ંઝ્ર) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જાેખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.
દ્ગડ્ઢઇહ્લના અધિકારીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્ગડ્ઢઇહ્લ તથા જીડ્ઢઇહ્લની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.
આ બેઠકમાં ઝ્રઉઝ્ર-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, ય્જીઇ્ઝ્ર, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ૈંજીઇર્ં, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

Related Posts