ભુજમાંથી એક ર્હ્દયદ્રાવક ઘટના બાબતે જાણવા મળ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક નદીનાળા છલકાયા છે ત્યારે નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.
મીડિયા સૂત્રો થકી આ મામલે મળતી માહિતી અનુસાર, ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી આજે (૭ જુલાઈ) બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સમા (ઉં.વ.૧૮) અને અફસાના સમા (ઉં.વ.૧૬) નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી હતી. જાેકે, ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી.
પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત

Recent Comments