ભાવનગર

મહુવા તાલુકાના ભદ્રોડ થી તરેડી તરફ જતા રસ્તા ઉપર પડેલા ખાડા પુરી મરામતકામગીરી કરાઈ

ચોમાસાની ઋતુ દરમિયાન ખાડા પડવાથી લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે
માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ  કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે
અંતર્ગત ભાવનગર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત) સહિત દ્વારા મરામતની કામગીરી કરવામાં
આવી રહી છે. જે અંતર્ગત મહુવા તાલુકાના ભદ્રોડ થી તરેડી તરફ જતા રસ્તા ઉપર પડેલા ખાડા પુરી મરામતની કામગીરી કરવામાં આવી હતી.
રસ્તાઓની મરામત થતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોની મુશ્કેલીઓમાં રાહત મળી છે.

Related Posts