અમરેલી

સત્તા ના બળે પોલીસ તંત્ર ના દુરુપયોગ ને રોકી અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની ગેરકાયદેસર ધડપકડ કરનારાઓ પર કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા અમરેલી જિલ્લા આપ

સવિનય સહ ઉપરોક્ત વિષે અન્વયે જણાવવાનું ને તારીખ: ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે પ્રાંત કચેરી દેડીયાપાડા ખાતે પત્ર ક્રમાંક/પ્રાંત/એટીવીટી/આયોજન-૨૦૨૫-૨૬/વશી/૧૮૫ થી ૨૦૧/૨૦૨૫ થી એટીવીટી યોજના જોગવાઈ હેઠળ ના આગોતરા આયોજન ના ભાગ રૂપે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું આ બેઠક માં કમિટી ના સભ્ય સિવાયઅન્ય ત્રણ જેટલા વ્યક્તિઓ ને પરિપત્ર ની ગાઈડલાઈન માં ન હોવા છતા ગેરકાયદેસર રીતે દેડિયાપાડા તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા એ આઅ સભ્યો ને આ કમિટી માં સમાવવા * અમારી સરકાર છે અમે ધારીએ તેમ કરીશું કહી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે ગેર વર્તન કરતાં, ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા. ફરિયાદ નોંધાવ્યા બાદ દેડિયાપાડા પોલીસ પોલીસ સ્ટેશન માંથી જ અટકાયત કરવામાં આવે છે. પરંતુ પોલીસે આગોતરા પ્લાનિંગ થી ગ્લાસ વડે હત્યા ના પ્રયાસ ની અને મહિલા ને આગળ કરી.વાર્તા ઉપજાવી કાઢી સંજય વસાવા ને ફરિયાદી બનાવી, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરી ખોટો કેસ કરી ફસાવી દેવામાં આવે છે.

ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી તરીકે ઉમરપાડા ખાતે સરકારી નોકરી કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત ની પ્રજા અને આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય થતો જોઈ ને વર્ષ ૨૦૧૫ માં નોકરી છોડી અને રાજકારણ માં આવી અને જનતા માટે અવાજ બન્યા, ત્યારબાદ અત્યાર સુધી ભાજપ ના નેતાઓ ની રાજકીય કિન્નાખોરી થી ૧૩ જેટલા ખોટા થયા હતા. તેમાં થી ૧૨ કેસો માં નિર્દોષ સાબિત થયા છે. અને એક કેસ કોર્ટ માં પેન્ડિંગ છે. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સરકારી નોકરી છોડી ત્યાર થી ગુજરાત ની જનતા અને આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. લોકો ની વચ્ચે સુખ દુ:ખ માં હાજરી આપી રહ્યા છે. લોકો માટે અનેક આંદોલનો કર્યા છે. જેમ કે રોડ રસ્તા ના પ્રશ્ન હોય કે હોસ્પિટલ ના પ્રશ્નો હોય, GEB ના પ્રશ્ન હોય કે વિધ્યાર્થીઓ સ્કૉલરશીપ ના પ્રશ્નો હોય બસ માટે ના પ્રશ્ન હોય, પોલીસ સ્ટેશન ના પ્રશ્ન હોય કે વન વિભાગ ના પ્રશ્ન હોય, શિક્ષક સહાયક ની ભરતી પર કાયમી ભરતી કરાવવા માટે લડ્યા. જ્યારે પણ ગુજરાત ની જનતા અને આદિવાસી સમાજ પર અત્યાચારો થાય છે ત્યારે તેમનો અવાજ બની રહ્યા હતા. મજૂર અને કચડાયેલા લોકો પર થઈ રહેલા દમન અને અત્યાચારો સામે લડી રહ્યા હતા. ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા, વિસ્થાપિતો માટે અવાજ ઉઠાવ્યો, સિંચાઇ ના પ્રશ્નો હોય કે, બેરોજગારો, રોજમદારો, મજદૂરો માટે લડત ચલાવી, કોરોના કાળ દરમિયાન અનેક લોકો ને અનાજ પૂરું પાડયું. ભરૂચ ખાતે માનવ સર્જિત પૂર માં પણ લોકો ને મદદરૂપ થયા, આદિવાસીઓ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ના આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો. આવી અનેક લડતો ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ ચલાવી અને તેની સામે અનેક ખોટા કેસો પણ થયા અને તમામ કેસો માં નિર્દોષ સાબિત થયા છે, ત્યારે ફરી વાર ભાજપની તાનાશાહી સરકારમાં થયેલ હજારો કરોડ નું મનરેગા કૌભાંડ જેની તપાસ માં ૭૪૯ કરોડ જેટલું કૌભાંડ બહાર આવતા, વર્તમાન સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને દીકરાઓ અને કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરા અને તેઓના સાગરીતોની સંડોવણી હોય અને તેઓ હાલ જેલ માં છે તેમના પર જે તપાસ ચાલી રહી છે આ તપાસ ને અટકાવવા ના ભાગ રૂપે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરનાર તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક માં કડક ની કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ અને અન્ય સમાજ ની અને ગુજરાત ની જનતા ની લાગણી અને માંગણી છે.

Related Posts