ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં થઈ નિમણૂક
ઈશ્વરિયા બુધવાર તા.૧૬-૭-૨૦૨૫
ભાવનગરનાં યોગ કાર્યકર્તા શ્રી દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં નિમણૂક થઈ છે.
સ્વામી શ્રી રામદેવજી મહારાજ અને સ્વામી શ્રી પરમાર્થદેવજીની પ્રેરણાથી ભાવનગરમાં બોરતળાવ અને અનેક સ્થાન ઉપર પતંજલિ યોગ પરિવારની પ્રવૃત્તિ સાથે લગભગ નવ વર્ષથી સમર્પિત થઈ સેવા કાર્ય કરનાર સાધક ઈશ્વરિયાના વતની શ્રી દિલીપ સોલંકી હવે પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે.
ભારત સ્વાભિમાન રાજ્ય પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ અને શ્રી વિનોદભાઈ શર્મા, શ્રી તનુજાબેન આર્ય, શ્રી જોગારામજી પટેલ, શ્રી સુરેશભાઈ ગાબાણી, શ્રી સુરેશભાઈ સુથાર વગેરેનાં સંકલન સાથે સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં શ્રી દિલીપ સોલંકીની પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી તરીકે નિમણૂક થતાં યોગ કાર્યકર્તાઓ દ્વારા શુભકામનાઓ પાઠવાઈ છે.
Recent Comments