ગુજરાત

આગામી ૨૩ જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત‘નું આયોજન

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે છછઁ હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી ૨૩ જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત‘નું આયોજન કરવામાં આવ્યું છે. જાેકે ઉલ્લેખનીય છે કે એક તરફ આપ દ્વારા અરવિંદ કેજરીવાલના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને ૯૯૫ રૂપિયા કિલો ફેટ પેટે ચુકવાશે.
મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ ૨૩ જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાબર ડેરીના અત્યાચારનો ભોગ બનેલા પશુપાલકો સાથે મુલાકાત કરશે અને તેમની વેદના સાંભળશે. ત્યારબાદ ૨૪ જુલાઇએ તે દેડિયાપાડા છછઁ ના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને સભાને સંબોધશે.
૨૩મી તારીખે મોડાસામાં યોજાનારી આ ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે. છછઁ દ્વારા આ મામલે કેટલીક મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી છે:-
(૧) પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
(૨) સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
(૩) મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
(૪) મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા ૧-૧ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડશે. અરવિંદ કેજરીવાલના આ ગુજરાત પ્રવાસ અને મહાપંચાયતને કારણે સાબર ડેરી વિવાદ વધુ ગરમાશે તેવું મનાઈ રહ્યું છે.
ત્યારે બીજીબાજુ સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં ર્નિણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આજે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આગેવાનો, સાંસદ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, મહેન્દ્રસિંહ બારૈયા, બંને જિલ્લાના ભાજપ (મ્ત્નઁ) પ્રમુખ, મહામંત્રી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર ૯૯૫ રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે.

Related Posts