અમરેલી

દોલતી – ભમ્મર – વીજપડી  અને ઉંટીયા-ગાંજાવદર રોડ પર મેજર બ્રીજ બનાવવામાં આવશે

અમરેલી, તા.૧૮ જુલાઈ, ૨૦૨૫ (શુક્રવાર)  ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા રોડ રસ્તાની મરામતની કામગીરી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે. આ સાથે વિકાસના નવીન કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં રુ.૧૨૨ કરોડના ખર્ચે થનાર કામોમાં ૨ મેજર અને ૨૪ માઈનોર બ્રીજ ઉપરાંત અન્ય ૩૯ નાના કામોમાં કોઝ-વે, કલવર્ટ સહિતના કામોને મંજૂર કરવામાં આવ્યાં છે.

દોલતી – ભમ્મર – વીજપડી  અને ઉંટીયા- ગાંજાવદર રોડ પર મેજર બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજુલા – ઝાંપોદર – વાજડી,  લીલીયા- પૂંજાપાદર- આંબા – ભેંસવડી, જીરા – નાના ભમોદ્રા, ઘોબા – નાના ભમોદ્રા, ઠાંસા- મૂળિયાપાટ – સુવાગઢ સહિતના રોડ ઉપર ૨૪ માઈનોર બ્રીજ મંજૂર કરવામાં આવ્યા છે. આમ, મેજર તથા માઈનોર બ્રીજ, કોઝ-વે, કલવર્ટ સહિતના કામોના નિર્માણથી પરિવહન સરળ બનશે.

Related Posts