દામનગર નગરપાલિકા તંત્ર વાહકો એ પ્રધાન મંત્રી આવાસ યોજના માં માત્ર અભિપ્રાય આપવાનો હોય કે અખેડા કરવાના ? વર્ષ ૨૦૧૯ થી પાલિકા ના ટપાલ દફતરે થયેલ ૧૫૦ જેટલી આવાસ યોજના ની દરખાસ્તો માં છ વર્ષ સુધી તંત્ર વાહકો એ અભિપ્રાય ન આપ્યો એટલે દરખાસ્ત માં જોડેલ આવક ના દાખલા ની મર્યાદા જતી રહી લાભાર્થી ઓને છ વર્ષ બાદ બોલાવી ને આવક ના દાખલા નવા કઢાવતા દરખાસ્તો ઓન લાઈન કરવા પરત કરાય આવું કેમ ? ૧૫૦ જેટલી પ્રધાન મંત્રી આવાસ યોજના ની દરખાસ્તો છ વર્ષ સુધી અભિપ્રાય ન આપી ઇનવોર્ડ કરાયેલ દરખાસ્તો ઓન લાઈન કરવા પરત આપી પણ ૪૨ જેટલી દરખાસ્તો કાઢી નાખવામાં આવી સયુંકત પણા ની મિલ્કતો સંમતિ વાળી વારસાઈ કે દસ્તાવેજ વાળી મિલ્કતો માં આવાસ યોજના ની દરખાસ્ત પડતી મુકાય પણ વિચિત્ર હરકત તો એ છે કે કોઈ નિરાધાર હોય સંતાન માં માત્ર દીકરી ઓજ હોય તેવી દરખાસ્તો પણ ન મોકલાય કારણ વારસદાર કોણ ? શુ દીકરી સંતાન માં ગણાય ? પ્રધાન મંત્રી આવાસ માટે દીકરો દત્તક લેવો પડશે ? વર્ષો થી ઘર ના ઘર ની રાહ માં અનેક ગરીબ પરિવારો ને પાલિકા ના તંત્ર વાહકો ટટળાવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ના મેનેજર કરતા આવાસ યોજના માં અભિપ્રાય આપવામાં ઈજનેર ના અખેડા કેમ ?
પ્રધાનમંત્રી આવાસ માટે નિરાધારો એ દીકરો દત્તક લેવાનો ?

Recent Comments