અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ફોન ચોરીના ગુન્હામાં એક ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડતી ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ…

સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહનો, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલકત સંબંધિત ગુન્હાને ડિટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.અગ્રાવત ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ.આઇ.આર નં.-૧૧૧૯૩૦૫૨૨૫૦૫૨૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ની વિગત :

(૧) કરણ વિહાભાઇ મેર ઉ.વ.૨૩ ધંધો.હીરા ઘસવાનો રહે.દામનગર, બહારપરા જી.અમરેલી
કબ્જે કરેલ મુદામાલ ની વિગત : વિવો કંપનીનો વાય-૧૯ મોડલનો સીલ્વર કલર નો મોબાઇલ જેની કિં.રૂ.૧૨,૯૯૯/-

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ઇ.ચા/પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.અગ્રાવત તથા એ.એસ.આઇ.જીજ્ઞેશભાઇ અમરેલીયા, હેડ કોન્સ.નાગભાઇ કીકર,પો.કોન્સ.જયપાલસિંહ ગોહિલ,પો.કોન્સ. ભરતભાઈ શીરોલીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts