અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જનપ્રતિનિધિની યાદને ચિરંજીવી બનાવવા માટે પ્રેરણાદાયી કદમ

સ્વ. જયસુખભાઈ નાકરાણીને ખરી શ્રધ્ધાંજલી..! રહે ના રહે હમ મહકા કરેંગે બનકે કલી બનકે શબા બાગે ચમન મેં.. સેવાનો સાચો રંગ સમર્પણ હોય છે. અને તે લોકોના હ્રદયમાં સદૈવ મઘમઘતો રહે છે. તુમ કહો યા ના કહો લોગ જરૂર કહેંગેં. આંખે નમ ભી હોંગી આપકી યાદમેં.. સારા અને સેવાકીય સમર્પણ ભાવથી કરેલ કાર્યોના સંસ્મરણો સદૈવ લીલા છમ રહે છે. – – “પાંધી સર” 

આવતીકાલે તારીખ ૨૩-૭-૨૫ના રોજ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના આદર્શ વિચારોના પરિપાક રૂપે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના મુખ્ય મહેમાન પદે સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ સ્વ. જયસુખભાઈ નાકરાણીની સુદીર્ઘ સેવાઓ અને મરણોત્તર સન્માન નિમિત્તે તેમની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે તેમને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવાના શુધ્ધ ઉદેશ્ય સાથે સ્વ. જયસુખભાઈ એન. નાકરાણી નામ જોગ પીપરવાડીનો નવો રોડ જે બનાવ્યો છે તેનું નામકરણ કરવાનો કાર્યક્રમ સાવરકુંડલાના પીપરવાડી રેલવે ફાટક ખાતે આવતીકાલે બપોરે ૪-૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે તેમ સાવરકુંડલા નગરપાલિકા તથા સ્વ. જયસુખભાઈ નાકરાણીના શુભેચ્છકો દ્વારા જણાવવામાં આવેલ છે. સ્વ. જયસુખભાઈ નાકરાણી ભાજપના એક કર્તવ્યનિષ્ઠ અને અડીખમ કાર્યકર્તા હતાં. તેની  યાદને ચિરસ્થાયી સ્વરૂપ આપવાનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક ગણાય. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય સ્વ. જયસુખભાઈ નાકરાણીના નામે મુખ્ય માર્ગનું નામકરણ એ તેમના અઢારે આલમ પ્રત્યેના તેમના યોગદાન અને જનસેવાને એક સાચી શ્રદ્ધાંજલિ જ ગણાય. સ્વ.જયસુખભાઈ નાકરાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન લોકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું હતું, અને આ નિર્ણય તેમની લોકપ્રિયતા અને લોકો પ્રત્યેના સેવા સમર્પણને દર્શાવે છે 

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ પગલું લઈને એક પ્રેરણાદાયી જનપ્રતિનિધિની યાદને ચિરસ્થાયી બનાવવામાં આવી છે. આ માર્ગનું નામકરણ  નાગરિકોને તેમના કાર્યોની યાદ અપાવશે અને ભવિષ્યમાં પણ  અન્ય નાગરિકો માટે સતત એક દીવાદાંડી સ્વરૂપે પ્રેરણાદાયી બનતું રહેશે..

Related Posts