ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ જૂન – ૨૦૨૪ ની સરખામણી એ જૂન – ૨૦૨૫ માં ૨૪૬૧૮
સીટોનું વધુ પેસેન્જરોએ બુકિંગ કરાવતા આશરે રૂ. ૧,૧૫,૭૮,૦૦૦ નો આવકમાં વધારો થયો છે.
શ્રી આર.ડી.પીલવાઈકર વિભાગીય નિયામક શ્રી એસ.ટી ભાવનગરની યાદીમાં જણાવાયું છે કે
ભાવનગર/બોટાદ જીલ્લાની મુસાફર જનતા દ્વારા ઓનલાઈન રીઝર્વેશનનો ઉપયોગ કરવામાં આવેલ છે
જેથી ઓનલાઈન રીઝર્વેશન દ્વારા જૂન ૨૦૨૪ ની સરખામણી એ જૂન ૨૦૨૫ માં વધુ લાભ લેવાને કારણે
ઓનલાઈન રીઝર્વેશનમાં વધારો થયેલ છે.
જૂન ૨૦૨૪ માં ઓનલાઈન રીઝર્વેશન ૧,૫૫,૮૧૨ મુસાફરોએ કરાવ્યું હતું જ્યારે જૂન ૨૦૨૫ માં
૧,૮૦,૪૩૦ મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવતા જૂન ૨૦૨૫ માં કુલ ૨૪,૬૧૮ સીટ વધુ બુક થવા
પામેલ છે. આમ, જૂન ૨૦૨૫ માં ઓનલાઈન રીઝર્વેશનથી કુલ ૩,૬૮,૫૩,૫૦૦ રૂપિયાની આવક થઈ જેથી
ઓનલાઈન રીઝર્વેશનની આવકમાં રૂ. ૭૭,૪૩,૪૪૫ નો વધારો થયેલ છે.
જૂન ૨૦૨૫ માં ઓનલાઈન રીઝર્વેશન થી કુલ ૩,૬૮,૫૩,૫૦૦ રૂપિયાની આવક થઈ

Recent Comments