અમરેલી

ખેડૂતો ની કાળી કઠણાઈ ખારાપાટ માં રોજડા ના ઝુંડ વાવેતર સાફ કરી રહ્યા છે. નાસીપાસ ખેડૂતો પાસે નિહાકા નાખવા સિવાય કોઈ ઉપાય ખરો ?

દામનગર લાઠી લીલીયા તાલુકા ના અનેક ગ્રામ્ય વિસ્તારો રોજડા ના ઝુંડ ૨૦ થી ૨૫ ની સંખ્યા માં જે ખેડૂત ના ખેતર માં પડે તેનું સત્યાનાશ ખેડૂતો ની કાળી કઠણાઈ ખેડૂતો એ મોંધુ બિરાયણ સોંપી  મહા મહેનતે ઉગાવેલ પાક નો સોથ બોલાવી દેવાયો લીલીયા તાલુકા ના એકલારા ના ખેડૂત ના ખેતર માં હજી ઊગી નિલકેલ કપાસ સંપૂર્ણ નિલ ગાય નું ઝુંડ પડતા સાફ અત્યારે ખેડૂત પરિવાર દ્વારા એરંડા ના બી રોપવાનું કામ કરાય રહ્યું છે લાઠી લીલીયા દામનગર વિસ્તારમાં અનેક ખેડૂતો ના ખેતર માં રોજડા ના ઝુંડ ઉતરી પડવાની વધતી ઘટના ઓ અંગે સરકાર દ્વારા ખેડૂતો ના પાક રક્ષણ માટે પ્રબંધ કરાય તેવી બુલંદ માંગી ઉઠી રહી છે ખારા પાટ વિસ્તાર માં રોડ ઉપર નીકળતા વાહન ચાલકો માં પણ ભય ૨૦ થી ૨૫ ની સંખ્યા માં રોડ ઓળગતા રોજડા ના કારણે અનેક વખત ગંભીર અકસ્માતો પણ બની રહ્યા છે વાહન તો ઠીક પણ અનેક વ્યક્તિ ઓના જીવ ઉપર જોખમ ઉભું કરતા રોજડા ના વધતા ત્રાસ થી ખેડૂત સમાજ માં ભારે નારાજગી ઉભી થઇ રહી છે નાશપાસ થઇ નિહાકો નાખતા ખેડતો ના પાક રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પ્રબંધ કરાય તેવી માંગ ઉઠી રહી છે

Related Posts