અમરેલી

શાખપુર કન્યા શાળા વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરતી વિઝીટ “યોગ્ય દિશામાં થતો દરેક પરિશ્રમ, રાષ્ટ્રનિર્માણ માટે અમૂલ્ય છે”

દામનગર ના શાખપુર આજરોજ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૫ ને શનિવાર ના રોજ શ્રી શાખપુર કન્યાશાળા દ્વારા, શ્રીભારત સરકાર સૂચિત ન્યુ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉચ્ચતર પ્રાથમિક લેવલથી બાળકોને વ્યવસાયિક શિક્ષણ પ્રતી અભિમુખ કરવા માટેના હેતુ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક એકમોની એક્સપોઝર વિઝિટ નું આયોજન કરાવવામાં આવ્યું જેમાં રત્ન કલાકારોનું કામ, વલ્કેનાઈઝિંગ, ડેરી પ્રોડક્ટ્સની વલ્કેનાઈઝિંગ, ડેરી પ્રોડક્ટ્સની માહિતી તેમજ આપણા પારંપરિક વ્યવસાય કૃષિ અને લુહારિકામ અને સ્થાનિક ઓજારોની બનાવટો વિશે જાણકારી મેળવી.

સંસારમાં કોઈ કામ નાનું કે હલકું નથી,શ્રમના ગૌરવને પુનઃસ્થાપિત કરવું જ રહ્યું, મફતમાં વિશ્વ ગુરુ કેમ બનાય !…માહિતી આપનાર સૌ વ્યવસાયકારોનો શ્રી કન્યા શાળા શાખપુર, સહર્ષ આભાર વ્યક્ત કરે છે…

Related Posts