અમરેલી

જન્મદિવસ પ્રસંગે બગસરાના જરૂરીયાતમંદ પરીવારો માટે અનાજ કરિયાણાની ભેટ

બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત શ્રી મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે.

શ્રી મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાતમંદ ૩૦ પરીવારો માટે બાળકોનાં હસ્તે અનાજ કરિયાણાની ભેટ આપી છે.

બાળ કેળવણી મંદીર બગસરાના કાયમી સહયોગી રહેલ શુભેચ્છક અને મુંબઈ સ્થિત આ દાતાએ તેમના જન્મદિવસની આમ પ્રેરક રીતે ઉજવણી કરી છે, તેમ સંસ્થાનાં શ્રી દેવચંદભાઈ સાવલિયાએ આભારની લાગણી સાથે જણાવેલ છે.

Related Posts