રાષ્ટ્રીય

ભારત અને કેનેડા ૨૦૨૬ માં આર્થિક વાટાઘાટો ફરી શરૂ કરતા પહેલા વેપાર સંબંધોની સમીક્ષા કરશે

શુક્રવારે સરકારે જણાવ્યું હતું કે ભારતને હ્લ-૩૫ ફાઇટર જેટના વેચાણ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી. લોકસભામાં ભારતને આ જેટના સંભવિત વેચાણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લખ્યું હતું કે, “આ મુદ્દા પર હજુ સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.”
ફેબ્રુઆરીમાં, ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યા બાદ મંત્રીએ આ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા “ભારતને પાંચમી પેઢીના ફાઇટર (જેમ કે હ્લ-૩૫) અને અંડરસી સિસ્ટમ્સ છોડવા અંગેની તેની નીતિની સમીક્ષા કરશે.”
સાંસદ બલવંત બસવંત વાનખાડેના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આવ્યું હતું, જેમાં તેમણે પૂછ્યું હતું કે શું ભારતને હ્લ-૩૫ ફાઇટર જેટના વેચાણ અંગે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર દરખાસ્ત મળી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભારતને હ્લ-૩૫ સ્ટીલ્થ ફાઇટર પૂરા પાડવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે હતા.
“આ વર્ષથી, અમે ભારતને ઘણા અબજાે ડોલરનું લશ્કરી વેચાણ વધારીશું. અમે આખરે ભારતને હ્લ-૩૫ સ્ટીલ્થ ફાઇટર પૂરા પાડવાનો માર્ગ પણ મોકળો કરી રહ્યા છીએ,” ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.
જાેકે, માર્ચમાં માત્ર એક મહિના પછી, વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું હતું કે ભારતે સંભવિત વેચાણ પર ધ્યાન આપ્યું નથી, અને અમેરિકા તરફથી હજુ સુધી કોઈ ઓફર આવી નથી.
આ પહેલા ગુરુવારે, બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાને જાણ કરી હતી કે તે “હ્લ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા માટે ઉત્સુક નથી”. ટ્રમ્પ દ્વારા ભારત માટે ૨૫ ટકા ટેરિફ અને દંડની જાહેરાતના કલાકો પછી આ અહેવાલ આવ્યો હતો, જેનો મુખ્ય કારણ યુએસ રાષ્ટ્રપતિએ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદવાને ગણાવ્યું હતું.
જાેકે, આ અહેવાલની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
લોકહીડ માર્ટિન દ્વારા વિકસિત હ્લ-૩૫, વિશ્વના સૌથી અદ્યતન અને બહુમુખી ફાઇટર જેટમાંનું એક હોવાનું કહેવાય છે. આ જેટના ત્રણ મુખ્ય પ્રકારો છે: પરંપરાગત ટેકઓફ અને લેન્ડિંગ માટે રચાયેલ હ્લ-૩૫છ, ટૂંકા ટેકઓફ અને વર્ટિકલ લેન્ડિંગ માટે સક્ષમ હ્લ-૩૫મ્, અને વાહક-આધારિત મોડેલ હ્લ-૩૫ઝ્ર.

Related Posts